નબળા ત્રિમાસિક પરિણામો પછી, ઝોમેટોના શેર આજે એટલે કે 21 જાન્યુઆરીએ 9%થી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ ગઈકાલે પણ તેના શેરમાં 7.27%નો ઘટાડો થયો હતો.
ગઈકાલે જાહેર થયેલા પરિણામો અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 57% ઘટીને રૂ. 59 કરોડ થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 138 કરોડનો નફો કર્યો હતો.
કંપનીના નફામાં બીજા ક્વાર્ટરની સરખામણીમાં 66.47%નો ઘટાડો થયો છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર 2024માં રૂ. 176 કરોડનો નફો કર્યો હતો. આ દરમિયાન આવકની વાત કરીએ તો 12.63%ની તેજી જોવા મળી હતી. છેલ્લા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 4799 કરોડની આવક મેળવી હતી.