ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. ગત નાણાવર્ષમાં 76 કંપનીઓએ મેઇનબોર્ડમાં આઇપીઓ દ્વારા સરેરાશ રૂ.62000 કરોડથી વધુનું ફંડ એકત્ર કર્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ છેલ્લા પાંચ વર્ષમાં 2023-24 દરમિયાન સૌથી વધુ 76 આઇપીઓ યોજાયા છે. પરંતુ એકત્રિત ફંડની દ્રષ્ટિએ 2021-22ના રૂ.1.11 લાખ કરોડ પછીનું બીજું સૌથી મોટું વર્ષ રહ્યું છે.
ઇક્વિટી માર્કેટમાં તેજીના સથવારે અનેક કંપનીઓ વિસ્તરણની યોજનાના ભાગરૂપે મૂડીબજારમાં પ્રવેશી હતી અને સારુ રિટર્ન આપવામાં પણ યથાર્થ રહી છે.
જે ગતિએ ઇક્વિટી માર્કેટની તેજી આગળ વધી રહી છે અને રોકાણકારોનો વિશ્વાસ બજાર અને આઇપીઓ માર્કેટ પર સંપાદીત થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લેતા નાણાવર્ષ 2024-25માં પણ અનેક કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશ કરશે.
76 કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશ કર્યો હતો જેમાં સરેરાશ 75 ટકાથી વધુ કંપનીઓએ એટલે કે 56થી વધુ કંપનીઓએ રોકાણકારોને પોઝિટીવ સાથે આકર્ષક રિટર્ન આપ્યું છેે. રિટેલ રોકાણકારોનો પ્રતિસાદ સતત વધી રહ્યો છે. રિટેલ એપ્લિકેશન્સની સરેરાશ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં સરેરાશ 0.6 મિલિયનથી વધીને 1.3 મિલિયન થઈ છે.