ભારતના અર્થતંત્રને તોડી પાડવા ચાઈનીઝ ગેંગનું દુબઈના ઈન્ટરનેટ સિટીમાં ભાડેના મકાનમાં ઓનલાઇન ચીટિંગનું લાખો-કરોડોનું રેકેટ ચલાવી રહી છે. છતાં ત્યાંની સરકારે હજુ સુધી આ ગેંગ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ગેંગ એટલી ચાલાક છે કે તે ગુનાની માયાજાળમાં ન ફસાય તે માટે દેશના દરેક રાજ્યોના લોકોને નોકરી પર રાખી હાથો બનાવે છે. જેથી ગુજરાતીવાળા ગુજરાતમાં, હિન્દીવાળા તેમના પ્રદેશમાં સાઈબર ફ્રોડના શિકાર લોકોને બનાવતા હતા. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ચાઈનીઝ ગેંગ ભારતના અર્થતંત્રને તોડી પાડવા માટે સક્રિય થયું છે.
ભારતના જ નંબરનો ઉપયોગ કરી દુબઈ બેઠા બેઠા ચાઈનીઝ ગેંગ લોકલ ભારતીયોને હાયર કર્યા બાદ જે તે રાજ્યોના લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવતા હતા. આ પછી નાણાં ભારતીય બેંકોમાં જ જમા હતા જે દુબઈમાં ઉપાડી લેવાતા હતા. ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સ્થાનિકો તેમના કમિશન કાપી લીધા પછી ચાઈનીઝ ગેંગને યુએસડીટીમાં ફ્રોડના નાણાં હવાલા સ્વરૂપે આપે છે. દેશમાં સૌથી મોટું સાયબર ફ્રોડનું સુરત પોલીસે પકડી પાડ્યું ત્યારે તપાસમાં મોટા વરાછામાં ભાડેની ઓફિસમાંથી 111 કરોડના ટ્રાન્જેક્શનો દુબઈથી થયેલા મળી આવ્યા હતા. જેના આધારે આ રેકેટમાં પહેલીવાર ચાઇનીઝ ગેંગનું નામ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દુબઈમાં ઈન્ટરનેટ સીટીમાં ભાડેથી વીલા લઈ ચાઇનીઝ ગેંગ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી દુબઈ ગયેલા લોકોને ઓનલાઇન ચીટીંગ માટે નોકરી પર રાખી આ વેપલો કરી રહી છે.