Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધોળકા નજીક હાઇવે પર રાત્રિના અંધકારમાં અમદાવાદ જવા માટે ટ્રકની લીફ્ટ લઇ બેઠેલી એક ગરીબ પરિવારની મહિલા સાથે દૂષ્કૃત્યનો બનાવ બન્યો છે. ટ્રકના ડ્રાઇવરે અમદાવાદ તરફ જવું હોવા છતાં અંદાજે 2:30 કલાક સુધી અલગઅલગ માર્ગો પર લઇ જઇ કેબીનમાં દૂષ્કર્મ અાચાર્યા બાદ ધોળકા નજીક મહિલાને ધક્કો મારી ઉતારી દીધી હતી. ત્યારબાદ તેણીની સાથે રહેલી દોઢ વર્ષની બાળકનો છૂટો ઘા કરી ભાગવા જતાં ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ મામલે ધોળકા પોલીસે મહિલા સાથે રેપ અને દોઢ વર્ષની બાળકની હત્યાની કલમ ઉમેરી રાજસ્થાનના શખસને ઝડપી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અમદાવાદના ચંદ્રોડા તળાવ આસપાસના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલા ધોળકાના ગાય સર્કલ નજીક પરત ઘરે જવા ઉભી હતી. દરમિયાન તા.6 મેના રોજ 9:30 કલાક આસપાસ ટ્રક નં.GJ 01 CV 5392 આવતાં મહિલાએ લીફ્ટ માંગી હતી. આ ટ્રકમાં સવાર થઇ મહિલા અમદાવાદ જવા ઇચ્છતી હતી છતાં ટ્રકના ડ્રાઇવરે મહિલાની એકલતાનો લાભ લઇ અંધારામાં ટ્રક બીજી તરફ હંકારી મુકી હતી. કોઇ સરોડા રોડ નજીક કોઇ અવાવરૂ સ્થળે લઇ જઇ મહિલાની એકલતાનો લાભ લઇ કેબિન બંધ કરી રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર ચરણસીંગ ઉર્ફે શ્રવણ પુલસીંગ ચૌહાણે દૂષ્કર્મ આચર્યુ હતું.

આ ઘટના બાદ મહિલાને કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મહિલા ચૂપચાપ અત્યાચાર સહન કરતી રહી. બાદમાં પ્રતિકાર કરતાં ધોળકા નજીક આર્યવ્રત સોસાયટીથી થોડે દૂર મહિલાને ટ્રક ડ્રાઇવરે ધક્કો મારી ટ્રકમાંથી નીચે ઉતારી દીધી હતી. તો દોઢ વર્ષની બાળકીને માતા તરફ છૂટો ઘા કરી ભાગવા જતાં બાળકી માતાના હાથમાંથી છટકી ટ્રકના ટાયર નીચે કચડતાં મોતને ભેટી હતી. આ સમગ્ર મામલો ધોળકા પોલીસ મથકે પહોંચતા મહિલાના પરિવાજનો પણ દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ધોળકામાંથી જ ટ્રક ચાલક ચરણસીંગ ઉર્ફે શ્રવણ પુલસીંગ ચૌહાણ સામે ઈપીકો કલમ 376 (1), 302 અને 506 (2) મુજબ ગુનો નોંધી ઝડપી પાડ્યો છે.