Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ એવોર્ડ 'ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીને ફ્રાન્સના પ્રેસિડન્ટ પેલેસમાં આ સન્માન આપવામાં આવ્યું હતું.આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. અગાઉ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે મોડી રાત્રે તેમના માટે ડિનરનું આયોજન કર્યું હતું.


પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. આ પછી, તેમણે અહીં લા સીન મ્યુઝિકલમાં ભારતીયોને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું, 'ફ્રાન્સમાં આવવું એ ઘરે આવવા જેવું છે. ભારતના લોકો જ્યાં જાય છે ત્યાં મિની ઈન્ડિયા બનાવી લે છે.

મોદીએ કહ્યું, 'હું પ્રતિજ્ઞા લઉં છું કે શરીરનો કણે કણ તમારા માટે છે. ભારત વિશ્વ વ્યવસ્થામાં વિશેષ ભૂમિકા ભજવી રહ્યું છે. દરેક પડકારનો સામનો કરવામાં ભારતનો અનુભવ અને પ્રયાસો વિશ્વ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.