ટેસ્લાના ચીફ ઈલોન મસ્ક અને બિઝનેસમેન વિવેક રામાસ્વામીએ યુએસ સરકારના નવા DoGE (ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી) વિભાગ માટે ભરતીની જાહેરાત કરી છે. આ માહિતી સોશિયલ મીડિયા X પર આપવામાં આવી છે.
DoGE ના ઓફિસિયલ X હેન્ડલ તરફથી થયેલી પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ એવા લોકોની શોધમાં હોય છે જેમને સુપર હાઈ આઈક્યુ હોય. તેઓ એવા લોકોની શોધમાં છે જે અઠવાડિયામાં 80 કલાકથી વધુ કામ કરી શકે. જો કોઈમાં આ ગુણો હોય તો તે DoGE ના મેસેજમાં પોતાનો બાયોડેટા મોકલી શકે છે.
જો કે, ફક્ત તે લોકો જ DoGE ને સંદેશ મોકલી શકે છે જેમની પાસે X નું વેરિફાઈડ એકાઉન્ટ છે. અમેરિકામાં તેની કિંમત દર મહિને 8 ડોલર (675 રૂપિયા) છે. મસ્ક અને વિવેક રામાસ્વામી સીવી મોકલનારા ટોચના 1% ઉમેદવારોની સમીક્ષા કરશે.