સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણના લગભગ એક કલાક પછી, ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂત પર મિસાઇલો છોડી. જેમાં 6 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. આમાંથી એક હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર હોવાનું કહેવાય છે.
નેતન્યાહૂએ શુક્રવારે રાત્રે 8 વાગ્યે યુએનમાં ભાષણ આપ્યું હતું. એક કલાક પછી બેરૂતના રહેણાંક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ હુમલાના સ્થળે હાજર હતો. તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
તેમણે કહ્યું કે હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર જાણી જોઈને વસતિવાળા વિસ્તારની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. જેથી ત્યાં કોઈ હુમલો ન કરી શકે.
આ પહેલા 26 સપ્ટેમ્બરે ઈઝરાયલે દક્ષિણ લેબનન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન યુનિટનો કમાન્ડર મોહમ્મદ સરૂર માર્યો ગયો હતો.