Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબાણમાં ઝૂકતા નથી. તેમણે મોસ્કોમાં આજતક સાથેના ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું.


પુતિને ભારતને એક મહાન શક્તિ ગણાવી અને કહ્યું કે ભારતની પ્રગતિ ઘણા દેશોને ખૂંચી રહી છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને યુએસ નીતિઓ વિશે ખુલ્લેઆમ વાત કરી.

જ્યારે પુતિનને પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ લાદીને ભારત પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પુતિને સ્પષ્ટપણે કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિનું પાલન કરે છે.

અમેરિકા પર કટાક્ષ કરતા પુતિને કહ્યું કે વોશિંગ્ટન પોતે અમારી પાસેથી પરમાણુ ઊર્જા ખરીદે છે અને પછી જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરે છે. આ એક સ્પષ્ટ બેવડું ધોરણ છે, જે વિશ્વના મુખ્ય અર્થતંત્રો હવે સમજી રહ્યા છે.