Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે આજે બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપશે. આ સાથે 14 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન આ પરેડના મુખ્ય અતિથિ બનશે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે ફ્રાન્સ આ સમારોહ માટે એકથી વધુ વિદેશી મહેમાનોને આમંત્રિત કરે છે, પરંતુ આ વખતે પીએમ મોદી આ કાર્યક્રમમાં એકમાત્ર વિદેશી મહેમાન હશે.


મોદી પહેલા 2009માં પ્રથમ વખત તત્કાલિન પીએમ મનમોહન સિંહને ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોના 269 જવાનોની ટુકડી પણ ભાગ લેશે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના 3 રાફેલ ફાઈટર જેટ પણ ફ્રેન્ચ ફાઈટર જેટ્સ સાથે ચેમ્પ્સ એલિસીસ ઉપરના ફ્લાયપાસ્ટમાં સામેલ થશે.

આ પરેડમાં ભારતીય સેનાની 77 માર્ચિંગ ટુકડી અને 38 બેન્ડ પણ જોવા મળશે. સેનાની ટુકડીનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ કરશે. કમાન્ડર વ્રત બઘેલ ભારતીય નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કરશે. જ્યારે ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી કરશે. આ દરમિયાન ભારતીય ટુકડીમાં હાજર રાજપૂતાના રાઈફલ્સ 'સારે જહાં સે અચ્છા'ની ધૂન પણ વગાડશે.