ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે મુલ્તાન ટેસ્ટમાં જીતની નજીક પહોંચી ગઈ છે. મેચના ચોથા દિવસે ગુરુવારે ઇંગ્લેન્ડે 823/7ના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમને 267 રનની લીડ મળી હતી. જેના જવાબમાં દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને બીજા દાવમાં 152 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
ઇંગ્લિશ ટીમે ચોથા દિવસની શરૂઆત 492/3ના સ્કોરથી કરી હતી. આ પહેલા પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 556 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આગા સલમાન 41 રન બનાવીને અણનમ રહ્યો પાકિસ્તાન માટે બીજા દાવમાં આઘા સલમાન 41 રન બનાવીને અને આમિર જમાલ 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. સઈદ શકીલ 29 રન, સૈમ અયુબ 25, શાન મસૂદ 11, બાબર આઝમ 5 રન અને મોહમ્મદ રિઝવાન 10 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી અત્યાર સુધી ગુસ એટકિન્સન અને બ્રાઈડન કારસે બીજી ઇનિંગમાં 2-2 વિકેટ લીધી છે. જેક લીચ અને ક્રિસ વોક્સને 1-1 વિકેટ મળી હતી.