દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ છઠ્ઠા સ્થાને રહીને પોતાની સિઝન પૂર્ણ કરી. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આઠમા નંબરે રહી.
રવિવારે હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે હેનરિક ક્લાસેનની સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીના દમ પર 3 વિકેટના નુકસાને 278 રન બનાવ્યા. સુનીલ નારાયણે 2 વિકેટ ઝડપી. જવાબમાં કોલકાતાની ટીમ 168 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. હર્ષ દુબે અને જયદેવ ઉનડકટે 3-3 વિકેટ ઝડપી.
19મી ઓવરના ચોથા બોલ પર ઇશાન મલિંગાએ હર્ષિત રાણાને કોટ એન્ડ બોલ્ડ કર્યો. આ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 168 રનમાં સમેટાઈ ગઈ અને ટીમે 110 રનના અંતરથી મેચ ગુમાવી. આ કોલકાતાની રનના અંતરથી સૌથી મોટી હાર છે.