ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પત્ની ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા જશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ જાણકારી ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ સાથે જોડાયેલા એક અધિકારીએ આપી હતી.
અંબાણી 18 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી પહોંચશે. અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી દંપતીને ખાસ સીટ મળશે. તે ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા અધિકારીઓ સાથે બેસશે.
આ સિવાય કેબિનેટ સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ હશે, જેમાં અંબાણી પરિવાર હાજરી આપશે. નીતા અને મુકેશ અંબાણી 19 નવેમ્બરે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે કેન્ડલલાઇટ ડિનરમાં હાજરી આપશે.
શપથ ગ્રહણ દરમિયાન ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા તેઓ 2017થી 2021 વચ્ચે 45માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે