Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ આરટીઓએ છેલ્લા એક માસમાં ઓવરલોડ વાહનો, પરમિટ વિનાના વાહનો સહિત જુદા જુદા નિયમભંગના કુલ 1546 કેસમાં 61.36 લાખનો દંડ વસૂલ્યો છે. રાજકોટ આરટીઓ દ્વારા શહેર અને શહેરની ભાગોળે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના પગલે છેલ્લા એક માસમાં ઓવરલોડ વાહનોના 199 કેસ કરી 27.14 લાખનો દંડ વસૂલાયો છે.


જ્યારે અન્ય કેસમાં ઓવર ડાઈમેન્શન કેસ 118 કરી 8.02 લાખ, રિફ્લેક્ટર/ રેડિયમ પટ્ટીના 158 કેસમાં 1.58 લાખ, અન્ડર એજ ડ્રાઈવિંગના 5 કેસમાં 15 હજાર, થર્ડ પાર્ટી વીમા વગરના 263 કેસમાં 5.26 લાખ, બેફામ ઝડપે વાહન ચલાવવાના 59 કેસમાં 1.32 લાખ, ભયજનક રીતે વાહન ચલાવવાના 46 કેસમાં 1.38 લાખ, પી.યુ.સી. ચેકિંગના 389 કેસમાં 1.94 લાખ, ફિટનેસ વગર વાહન ચલાવવાના 108 કેસમાં 5.40 લાખ, હેલ્મેટના 9 કેસમાં રૂ.4500, સીટ બેલ્ટના 82 કેસમાં 41 હજાર, મોબાઈલ પર વાત કરવાના 9 કેસમાં રૂ. 4500 સહિત કુલ 1546 કેસ છેલ્લા એક માસમાં કરવામાં આવ્યા હતા જેમાં કુલ 61,36,247ની વસૂલાત કરી છે.