ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને ઑટોમેશન જેવી માંગ વાળી સ્કિલ માટે એન્ટ્રી લેવલના કર્મચારીઓને ઇન્ડસ્ટ્રીની સરેરાશથી અંદાજે 30% વધી પગાર ઑફર કરી રહ્યા છે. ગત વર્ષની તુલનામાં જીસીસી દ્વારા આ વર્ષે 40% વધુ ફ્રેશર્સની ભરતી કરવામાં આવે તેવો અંદાજ છે.
હાયરિંગ પ્લેટફોર્મ ટીમલીઝ ડિજિટલના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ડેટા એન્જિનિયરિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ જેવા નિષ્ણાંતોની વધતી જરૂરિયાત અને મહત્વ વધવાથી મિડ અને સીનિયર મેનેજમેન્ટ પદોની માંગ આ વર્ષે 21%થી વધુ છે. આ પદો પર 11% સુધી વધુ પગાર મળી રહ્યો છે.
વિશ્વભરના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાંથી 17% ભારતમાં દેશમાં 1700થી વધુ જીસીસી છે. જે વિશ્વના અંદાજે 17% છે. તેમાં 19 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે. તેમાં પણ 36% બેંગ્લુરુમાં છે. નાસકોમ-જિનોવ ઇન્ડિયા જીસીસી લેન્ડસ્કેપ રિપોર્ટ અનુસાર, 2030 સુધી દેશમાં જીસીસીની સંખ્યા 2,200 સુધી થઇ શકે છે. તેમાં કામ કરનારાની સંખ્યા પણ 25 થી 28 લાખ સુધી પહોંચશે. ભારતની આઇટી ઇન્ડસ્ટ્રીની આવકમાં જીસીસીનું યોગદાન 2023-24માં 5.43 લાખ કરોડ રૂપિયા હતું. જે 2030 સુધી 8.82 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. વિદેશી જ નહીં, ભારતીયો કંપનીઓ પણ જીસીસી બનાવી રહી છે