દેશમાં ઓટો સેક્ટરનો ગ્રોથ પોઝિટીવ રહ્યો છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થઇ જૂન માસમાં 3,27,487 યુનિટ રહ્યાં હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું.જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા.સિયામના અહેવાલ મુજબ જૂન માસમાં કુલ ટુ-વ્હીલરનું વેચાણ 2 ટકા વધીને 13,30,826 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 13,08,764 યુનિટ હતું.જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 એકમોની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 એકમો રહ્યાં હતા.
એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન, પેસેન્જર વાહનોનું વેચાણ 9 ટકા વધીને 9,95,974 યુનિટ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 9,10,495 યુનિટ હતું. જૂન ક્વાર્ટરમાં ટુ-વ્હીલરનું કુલ વેચાણ 11 ટકા વધીને 41,40,964 યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં 37,24,533 યુનિટ હતું.કોર્મશિયલ વાહનોનું વેચાણ ઘટીને 2,17,046 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,24,488 યુનિટ હતું.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ થ્રી-વ્હીલર ડિસ્પેચ વધીને 1,44,475 યુનિટ થઈ ગયા, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 76,293 યુનિટ હતા. જૂન ક્વાર્ટરમાં કુલ વેચાણ વધીને 54,98,602 યુનિટ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળામાં 49,35,910 યુનિટ હતું. સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું કે એકંદરે પેસેન્જર વાહનો ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલરોએ 2023-24ના Q1 માં સારું પ્રદર્શન કર્યું છે, જોકે કેટલાક સેમી સેગમેન્ટમાં ગયા વર્ષના Q1ની તુલનામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. દેશભરમાં અપેક્ષા કરતા ચોમાસાની સારી શરૂઆત સાથે સાથે ફુગાવો ઘટ્યો છે ઉદ્યોગને અપેક્ષા છે કે અર્થતંત્ર સતત વૃદ્ધિ પામશે જેનો સીધો ફાયદો ઓટો સેક્ટરને મળે તેવો અંદાજ છે.