Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


શહેરની ભાગોળે કોઠારિયામાં રહેતા ઇસમે ક્રિકેટ રમતી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી અને યુવતીને છ વખત ભગાડી હતી. હાલમાં નારી સંરક્ષણ ગૃહમાં રહેલી યુવતી 17 વર્ષની હતી ત્યારથી ઇસમે તેના પર શારીરિક અત્યાચાર ગુજાર્યાનો આક્ષેપ કરી યુવતીની માતાએ ઇસમ પર પોક્સો હેઠળ ગુનો નોંધવાની લેખિત ફરિયાદ આપતા ફરી આ મામલો ગરમાયો હતો.


યુવતીની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી જેમાં આરોપી તરીકે કોઠારિયામાં રહેતા અને ક્રિકેટનું કોચિંગ કરાવતાં મહેબૂબ બુખારીનું નામ આપ્યું હતું. યુવતીની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને 17 વર્ષની વયની હતી ત્યારે તે ક્રિકેટ રમવા જતી હતી તે વખતે મહેબૂબ બુખારીનો પરિચય થયો હતો. મહેબૂબ તે વખતે સગીરાને હરવા ફરવા અને જમવા બહાર લઇ જતો હતો અને સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ પણ આચરતો હતો.

સગીરાએ વર્ષ 2017માં તેની માતાને એવી રાવ પણ કરી હતી કે, મહેબૂબ બુખારી તેના પર શારીરિક અત્યાચાર ગુજારી રહ્યો છે. સમાજમાં બદનામી ન થાય તે માટે કોઇને વાત કરી નહોતી તેમજ સગીરાના પિતાને પણ આ વાતથી અજાણ રાખવામાં આવ્યા હતા કેમ કે જો તેમને જાણ થાય તો સગીરાનો અભ્યાસ અને ક્રિકેટ છોડાવી દે તેવો ભય હતો અને સગીરાની કારકિર્દી ડહોળાઇ જવાનો ભય હતો. જેનો ગેરલાભ ઉઠાવી મહેબૂબ બુખારીએ વારંવાર સગીરા પર શારીરિક અત્યાચાર કર્યો હતો. મહેબૂબ બુખારીએ સગીરાના બીભત્સ ફોટા અને વીડિયો ઉતારેલો હોવાથી તે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી તે વારંવાર સગીરાને બ્લેકમેઇલ કરતો હતો અને જઘન્ય કૃત્ય આચરતો હતો. તત્કાલીન સમયે સગીરા પણ ડરી ગઇ હતી અને મહેબૂબ જેમ કહેતો તેમ કરતી હતી.