Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોના મહામારીની બે અસર જોવા મળી છે. એક તેનાથી ગ્રાહકોનો વીમા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. વીમા કંપનીઓએ ડિજિટલ ટેક્નોલોજી અપનાવવાનું શરૂ કર્યું છે. જેમાં માર્કેટિંગથી લઇને પોલિસીનું વેચાણ ક્લેમ સેટલમેન્ટ સામેલ છે. સેક્ટરમાં વૃદ્વિના સાક્ષી રહ્યાં છે અને આગળ પણ આ ટ્રેન્ડ યથાવત્ રહેશે તેવું ફ્યુચર જનરાલી ઇન્ડિયા ઇન્શ્યોરન્સના MD&CEO અનુપ રાવે જણાવ્યું હતું.


દેશમાં ક્યાં સ્તરે વીમા સુરક્ષામાં અંતર છે?
ભારતમાં વીમા સેક્ટર સ્થિર ગતિએ વિસ્તરણ કરી રહ્યું હોવા છતાં પણ તેમાં હજુ પણ વધુ અવકાશ રહેલો છે. અત્યારે મોટા ભાગના વીમાધારકો આરોગ્ય વીમાને કરમાં બચત માટેના સાધન તરીકે જુએ છે. કોવિડને કારણે સાબિત થયું કે વીમા વગર સામાજીક અને આર્થિક જીવન ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. લોકો હજુ આરોગ્ય વીમાનું મહત્વ સમજે તે જરૂરી છે.

ભારતીય વીમા ઉદ્યોગ અને કંપની માટે ક્યા પ્રકારના ગ્રોથની આશા રાખો છો?
ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (IBEF) રિપોર્ટ અનુસાર, દેશમાં ઇન્શ્યોરન્સ પેનેટ્રેશન નાણાકીય વર્ષ 2021 દરમિયાન 4.2% હતું, લાઇફ ઇન્શ્યોરન્સ પેનેટ્ર્રેશન 3.2% હતું જ્યારે નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પેનેટ્રેશન 1% હતું. નાણાકીય વર્ષ 2021 દરમિયાન દેશની એકંદરે ઇન્શ્યોરન્સ ડેન્સિટી રૂ.6431.30 હતું. ફ્યુચર જનરાલીનું FY22માં પ્રીમિયમ ગત નાણાકીય વર્ષના રૂ.2708.40 કરોડથી વધીને રૂ.3218.50 કરોડ પર પહોંચ્યું છે.