Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વાવાઝોડું કે વરસાદ પડતાં જ ઘરોમાં વીજ‌ળી ડૂલ થશે તેવો ભય બધાને સતાવતો હોય છે. પરંતુ હવે ઈલેક્ટ્રિક વાહનો લોકોનાં ઘરોમાં રોશની કરવામાં પણ મદદ કરશે. અમેરિકાના નેશવિલથી લગભગ 30 કિમી દૂર ઈલેક્ટ્રિક પિકઅપ ટ્રક દ્વારા ઘરને ઝળહળતું કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ શક્ય છે કારણ કે ત્યાં કામ કરતા લોકો ઘરમાં લાઇટ માટે ઇલેક્ટ્રિક વાહનની બેટરીનો ઉપયોગ કરે છે.

ઊર્જા અને ઓટો નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષોમાં ઘણા લોકો ઇલેક્ટ્રિક વાહનોનો આ રીતે ઉપયોગ કરશે. બીજી તરફ ઓટો અને એનર્જી કંપનીઓના લોકો ઇલેક્ટ્રિક કારને વધુ મહત્ત્વ આપી રહ્યા છે કારણ કે તેઓ ડ્રાઇવિંગ કરતાં ઊર્જાનો ઉપયોગ વધુ સરળ બનાવ્યો છે.

ઘણી વખત હીટવેવ, વાવાઝોડાં-પૂર જેવી કુદરતી આફતો ‌વખતે વીજપ્રવાાહ ખોરવાઇ જતો હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મોંઘા જનરેટર અથવા ઘરની સોલાર અને બેટરી સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય છે. એક ટ્રક દ્વારા ઘરમાં લાઇટ તેમજ ચાર ફ્રીજ અને એક પંખો ચલાવવા માટે પૂરતી વીજળી પૂરી પાડી શકાય છે. જોકે એર કન્ડિશનિંગ માટે પૂરતી વીજળી આપી શકાતી નથી. અન્ય વસ્તુઓ માટે પૂરતી વીજળી પૂરી પાડી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના વધુ ઉપયોગથી ઘરોમાં નવીનીકરણીય ઊર્જાનો વધુ ઉપયોગ થશે.