છત્તીસગઢની રાજધાની રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર કેટલીક યુવતીઓએ જાહેરમાં એક યુવકને માર માર્યો છે. યુવતીઓએ તેને ઢોર માર મારી લોહીલુહાન કરી નાખ્યો હતો. આ દરમિયાન એકઠી થયેલી ભીડ યુવકને બચાવવાને બદલે વીડિયો બનાવવામાં વ્યસ્ત જોવા મળી હતી. સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં યુવકને માર મારતી યુવતીઓ એરપોર્ટ પર સ્થિત રાહુલ ટ્રાવેલ્સમાં કામ કરે છે. આ યુવતીઓએ બધાની સામે જ યુવકને માર મારતી નજરે પડે છે. આ ઘટના રવિવારની છે.
રાહુલ ટ્રાવેલ્સમાં કામ કરતી સોનમ, પ્રીતિ અને પૂજા નામની યુવતીઓ વિરૂદ્ધ રાયપુરના માના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જે યુવક સાથે મારામારી કરી તેનું નામ દિનેશ છે.
દિનેશે ફરિયાદમાં જણાવ્યું કે તે રાહુલ ટ્રાવેલ્સમાં ટેક્સી ચલાવવાનું કામ કરે છે. ટ્રાવેલ્સ એજન્સીએ મે અને જૂન મહિનાનો પગાર નથી આપ્યો. બાકીનો પગાર લેવા માટે તેઓ રવિવારે ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યો હતો. જ્યાં યુવતીઓ તેના પર તૂટી પડી હતી.