જૂનાગઢમાં સતત 3 દિવસ વરસાદ વરસ્યા પછી શનિવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 2 જ કલાકમાં સાડા પાંચ ઈંચ સહિત દિવસ દરમિયાન 10 ઈંચ વરસી જતાં શહેરમાં તારાજી સર્જાઈ હતી. ત્યાર બાદ 24 કલાકથી વરસાદે વિરામ લીધો હોવાથી પ્રશાસન ફરીથી જનજીવન પાટે ચડાવવાના કામે લાગ્યું છે. જોકે આ સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં પણ મેઘમહેર રહી હતી. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં 34.72 અને સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 143.96 ટકા નોંધાયો છે.
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં
ઝોનવાઇઝ સ્થિતિની સમીક્ષા કરીએ તો, મધ્ય ગુજરાતના દાહોદમાં સૌથી ઓછો 37.44 ટકા અને સૌથી વધુ આણંદમાં 73.62 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 68.12 ટકા અને સૌથી ઓછો ડાંગમાં 34.72 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં 143.96.96 અને સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં 63.51 ટકા થયો છે.