Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકન નિષ્ણાતોએ કૅન્સરની દરેક પ્રકારની ગાંઠનો નાશ કરતી દવા બનાવી છે. તેને ‘એઓએચ1996’ નામ અપાયું છે. પહેલા તબક્કાની ટ્રાયલમાં તે 70% કારગર નિવડી છે. આ ઇનોવેશનના જનક પ્રો. લિન્ડા મલ્કાસને કૅન્સરથી ઝઝૂમી રહેલી 9 વર્ષીય એના ઓલિવિયા પાસેથી દવા બનાવવાની પ્રેરણા મળી હતી. તેને બચાવી ન શક્યા પરંતુ આ દવા તેને સમર્પિત છે. અેનાના શોર્ટ ફોર્મથી જ નામકરણ કરાયું છે.

1996માં ઇન્ડિયાનાપોલિસમાં જન્મેલી એના રોજ સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જીવતી બાળકી હતી. 5 વર્ષ સુધી ન્યૂરોબ્લાસ્ટોમાથી પીડાતી રહી. કૅન્સરનો આ પ્રકાર બાળકોમાં એડ્રીનલ ગ્લાન્ડ પાસે વિકસિત થાય છે. તેની લપેટમાં આવેલાં 50% બાળકો જ જીવિત રહી શકે છે. એનાનાં માતાપિતા (સ્ટીવ તેમજ બાર્બરા) સાથે મારી મુલાકાત 2005માં થઇ હતી. ત્યારે એનાની બીમારી લાસ્ટ સ્ટેજમાં પહોંચી ચૂકી હતી. સ્ટીવને મેં કૅન્સરથી જોડાયેલા રિસર્ચનો ડેટા દર્શાવ્યો. સ્ટીવે કહ્યું કે તમે બ્રેસ્ટ કૅન્સર માટે શ્રેષ્ઠ કામ કરી ચૂક્યાં છો, જો ન્યૂરોબ્લાસ્ટોમા માટે પણ કંઇક કરી શકો તો અમારા માટે મોટી વાત હશે. હું અેના માટે કંઇક કરવા માંગતી હતી. મારું ફોકસ ન્યૂરોબ્લાસ્ટોમા પર હતું. મેં એ દવા પર કામ શરૂ કર્યું, જે કૅન્સર સેલ્સમાં રહેલા તે પ્રોટીન ‘પ્રોલિફેરેટિંગ સેલ ન્યૂક્લિયર એન્ટિજન’ને ટાર્ગેટ કરી શકે, જેનાથી શરીરમાં ટ્યૂમર ફેલાય છે અને વધે છે. પહેલાં આ પ્રોટીનની સારવાર શક્ય ન હતી. મેં રિસર્ચ માટે અનેક લેબ સાથે વાત કરી પરંતુ કોઇ સમય કે સંસાધન ન આપી શક્યું. આ દરમિયાન સિટી ઑફ હોપ સેન્ટરમાંથી કોલ આવ્યો અને 2011માં કામ શરૂ કર્યું. એક મૉલિક્યૂલ વિકસિત કરવું, જે પીસીએનએ પ્રોટીનને નષ્ટ કરે. 18 લોકો પર તેનું રિસર્ચ થયું છે.