જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત પ્રવાસી શ્રમિકોને નિશાના બનાવ્યા છે. અનંતનાગ જિલ્લાના બોંડિયાલ ગામમાં આતંકવાદીઓએ બે પ્રવાસી શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો. જેનાથી બંને ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
બિહાર અને નેપાળના રહેવાસી હતા શ્રમિકો
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, બંને શ્રમિક એક પ્રાઈવેટ સ્કૂલમાં કામ કરતા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેમની પર હુમલો કર્યો હતો. શ્રમિકો બિહાર અને નેપાળના રહેવાસી હતા. તેઓ બોંડિયાલ ગામમાં SAPS સ્કૂલમાં કામ કરે છે. બંનેની હાલત ગંભીર છે.
પૂંછ સેક્ટરમાં 3 આતંકી માર્યા ગયા
આ હુમલા પહેલા ગુરુવારે સેનાના જવાનોએ પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓએ ઘુસણખોરીના પ્રયત્નો કર્યા હતા. જેના પર સેનાએ કાર્યવાહી કરી, તો આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. જવાબમાં સુરક્ષાકર્મીઓએ ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. તપાસ દરમિયાન સેનાએ પિસ્તોલ, રાઈફલ સાથે હથિયારો જપ્ત કર્યા છે.
પુલવામાના અવંતીપુરામાં મંગળવારે સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર માર્યા છે. તેમાં લશ્કરના કમાન્ડર મુખ્તાર ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જે ઘાટીમાં કાશ્મીર પંડિત અને પ્રવાસીઓ પર હુમલો કરતો હતો. તેની સાથે પુલવામાના સકલેન મુશ્તાક અને પાકિસ્તાની આતંકવાદી મુશ્ફિક પણ માર્યા ગયા છે. સુરક્ષાબળોએ આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આતંકીઓ સુરક્ષા દળોના કેમ્પમાં ફિદાયીન હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલા કૂપવાડામાં એક આતંકી માર્યો ગયો હતો.