અમારા રાજા બેટરીઝ', એમરોનના બ્રાન્ડ નામ હેઠળ બેટરી વેચતી કંપનીએ ગુરુવારે તેનું નામ બદલીને 'અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ' (ARE&M) કરી દીધું. આ કંપની ઔદ્યોગિક અને ઓટોમોટિવ બેટરીનું ઉત્પાદન કરે છે.
કંપની બેટરીથી લઈને એનર્જી અને મોબિલિટી સેક્ટરમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. કંપનીનું વિસ્તરણ તેના નામમાં પણ પ્રતિબિંબિત થાય તે હેતુથી નામ બદલવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષોમાં, ARE&Mએ વ્યૂહાત્મક રીતે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અને ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
કંપની ઓટોમોબાઈલ અને ઈન્ડસ્ટ્રીયલ બેટરીનું ઉત્પાદન કરે છે
આમાં ઓટોમોટિવ બેટરી, ઔદ્યોગિક બેટરી, બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સ, લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર, લિથિયમ-આયન બેટરી પેક એસેમ્બલી, રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને લુબ્રિકન્ટ્સનો સમાવેશ થાય છે.