Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

77 વર્ષીય વૃદ્ધ કિશનગંગા નદીના બીજા છેડે ધ્યાનથી જોઇ રહ્યા છે,. જ્યાં તેઓ ઊભા છે ત્યાંથી 80-90 મીટરના અંતરે પીઓકેની નીલમ ખીણ છે. જે આપણા દેશના તાજ સમાન છે. આપણી તરફ કેરન ગામ છે. જે શ્રીનગરથી 165 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરી કાશ્મીરના આ ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ ગયા વર્ષે બોર્ડર ટૂરિઝમની શરૂઆત કરી હતી. કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ ચાર વર્ષ પૂર્ણ થયાં છે સરહદી વિસ્તારોમાં પ્રવાસની શરૂઆત થયા બાદ સ્થાનિક લોકોમાં આશા જાગી છે. ભાસ્કરની ટીમે નીલમ વેલીની પાસે સરહદના અંતિમ ગામ કેરનમાં જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.


અહીંથી આશરે 130 કિમીના અંતરે બાલાકોટ છે, જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. કેરન ગામના લોકોએ દુશ્મનોની ગોળીનો સામનો કર્યો છે. દરેક ઘરમાં બંકર છે. બે વર્ષ પહેલાં સેનાએ કોમ્યુનિટી બંકર બનાવ્યાં હતાં. ગામમાં આશરે 200 પરિવાર છે. દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પીઓકેમાં છે. વૃદ્ધ અશરફ મીર કહે છે કે 1986-87માં આતંકની શરૂઆત થઇ હતી અને પાકિસ્તાનમાંથી આતંકી આપણાં ગામોમાં ઘૂસણખોરી કરી ગયા હતા. ગામના લોકો તેમની વાતોમાં આવીને પેલે પાર જતા રહ્યા હતા. તેઓ શિખર તરફ ઇશારો કરતા કહે છે કે ઉપર ભુગના ગામમાં 10 હજાર લોકો રહેતા હતા. પરંતુ સમગ્ર ગામના લોકો તેમની વાતોમાં આવીને જતા રહ્યા હતા. આજે ભુગનામાં સેના ઉપરાંત કોઇ નથી. તમામ ઘર ખાલી છે.