Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ભ્રષ્ટાચારના મામલામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જેલમાં મોકલ્યા બાદ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે જાળ બિછાવી દીધી છે. વડાપ્રધાન શાહબાઝ કહી ચૂક્યા છે કે તેઓ 9મી ઓગસ્ટ એટલે કે બુધવારે સંસદ ભંગ કરશે. નિયમો અનુસાર જો સંસદ સમય પહેલાં ભંગ થાય તો 90 દિવસની અંદર ચૂંટણી યોજવી પડશે, પરંતુ સરકારે ચૂંટણીને પણ મોકૂફ રાખવાની તૈયારી કરી લીધી છે.


મંત્રી રાણા સનાઉલ્લાહ અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે. તેમણે ધ્યાન દોર્યું કે સામાન્ય હિતોની પરિષદ દ્વારા નવી વસ્તીગણતરીને મંજૂરી આપ્યા પછી પાકિસ્તાનના ચૂંટણીપંચ (ઈસીપી)ને નવેસરથી મતવિસ્તારોનું સીમાંકન કરવાની જરૂર છે. ત્યારે દેશમાં સામાન્ય ચૂંટણી આવતાં વર્ષે માર્ચ સુધી સ્થગિત થઈ શકે છે. સંસદ ભંગ સાથે દેશમાં કાર્યવાહક સરકારની રચના થશે. કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક અંગે સનાઉલ્લાહે કહ્યું કે વચગાળાના મુખ્ય કાર્યકારી માટે કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, ‘એમક્યૂએમ-પીએ આ પદ માટે કામરાન ટેસોરીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઇમરાનની રાજકીય કારકિર્દી ખતમ કરવા અને સત્તામાં રહેવા માટેનું એક કાવતરું
પાકિસ્તાનમાં સત્તારૂઢ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) સરકારે સત્તામાં કાયમ રહેવા માટે સંસદ ભંગ કરવાનું કાવતરું ઘડ્યું છે. તેમાં સેનાની પણ મદદ લેવામાં આવી છે. આ સમયે વસતીગણતરીના અહેવાલનો સ્વીકાર એ ષડ્યંત્રની ચાલ છે. તેનાં ત્રણ પાસાં છે- એક વચગાળાની સરકાર સ્થાપિત થશે, જેની પાસે મર્યાદિત સત્તા હશે. આ સાથે તેઓ દાવા સાથે એમ પણ કહેશે કે મતવિસ્તારોના સીમાંકન વિના ચૂંટણી યોજી શકાશે નહીં. આવી સ્થિતિમાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે. નવા મતવિસ્તાર વગેરે બનાવવામાં સમય લાગશે. આગામી વર્ષે ફેબ્રુઆરી પછી જ ચૂંટણી યોજાશે તે નિશ્ચિત છે. બીજું પાસું સરકારનો ઈરાદો. હાલ મામલો સરકાર અને સેના વિરુદ્ધનો છે. જ્યારે ઈમરાન ખાન લોકપ્રિયતાની ટોચ પર છે. ઈમરાનના પક્ષને શાંત કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

તેમના લોકશાહીતરફી આંદોલનને કચડીને સરકારે રાજકીય દાવનો અંત લાવવાની તૈયારી કરી લીધી છે. સરકારના કહેવા પ્રમાણે, જો વાત ન બને તો ઈમરાનને દેશદ્રોહના કેસમાં ફાંસી પણ થઈ શકે છે. ત્રીજું પાસું દેશમાં વધતી અસ્થિરતા છે. હવે ઈમરાન માટે જેલમાંથી બહાર આવવું શક્ય નથી. જો જેલમાં રહીને પણ તેના માટે સમર્થન ચાલુ રહેશે તો ખૈબર પખ્તુનખ્વા સહિત અન્ય રાજ્યોમાં આંદોલનો ભડકી શકે છે.