કોવિડ મહામારી બાદ દેશનું અર્થતંત્ર ફરીથી પાટે ચડ્યું છે. જેના ફળ સ્વરૂપે દેશમાં વપરાશ આધારિત માંગને વેગ મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં ઉત્પાદન પણ તેજીથી વધ્યું છે. તેમાં વાહન, ઘરેણાં અને કપડાંથી લઇને ઇલેક્ટ્રોનિક્સ પણ સામેલ છે.
બેન્ક ઑફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 સુધી દેશની જીડીપીમાં ખાનગી વપરાશ પર ખર્ચનો હિસ્સો 59.6% હતો. ચાલુ નાણાકીય વર્ષમાં તે વધ્યો છે. જૂન ક્વાર્ટરમાં ખાનગી વપરાશ 25.9% વધ્યો છે.
ઉત્પાદન, વપરાશ અને વેચાણમાં વૃદ્વિ એ વાતના સંકેત આપે છે કે અર્થવ્યવસ્થા ધીરે ધીરે મજબૂત થઇ રહી છે. પરંતુ જીએસટી કલેક્શન અને વપરાશના આંકડા મોંઘવારીને પ્રભાવિત કરી શકે છે.