CJIએ કહ્યું- અત્યારે અમે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને અલગ કરી શકીએ છીએ. તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોવાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં.
કોર્ટે હજુ સુધી તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે, જેના માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી.
NEET કેસમાં પાંચમી સુનાવણી મંગળવારે CJI બેન્ચ સમક્ષ થઈ. CJIએ કહ્યું- પેપર લીકના નક્કર પુરાવા વિના અમે ફરી પરીક્ષા અંગે નિર્ણય ન આપી શકીએ.
CJI: વિવાદાસ્પદ પ્રશ્ન અંગે જે શંકા હતી તે હવે દૂર થઈ ગઈ છે. NTAએ ગ્રેસ માર્કસ સાથે 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા યોજી છે. હવે પણ જો કોઈને કોઈ ફરિયાદ હોય તો તે બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.