પુત્રએ OLX પર 2 હજારમાં સાઇકલ વેચવામાં પિતાએ 90 હજાર ગુમાવ્યા છે. ઠગે આર્મી તરીકે ઓળખ આપી સાઈકલ ખરીદવા ઓનલાઇન પેમેન્ટ માટે QR કોર્ડ મોકલ્યો હતો. જે રત્નકલાકારના પુત્રએ સ્ક્રેન કરતા પિતાના ખાતામાંથી 90 હજાર ઉપડી ગયા હતા.ડભોલી રહેતા 43 વર્ષીય રત્નકલાકાર વિકાસ સવાણીએ સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે મોબાઇલ નંબરના ધારક સામે ચીટીંગ અને આઇટી એકટનો ગુનો નોંધ્યો છે. 6 ઓગસ્ટે રત્નકલાકારના પુત્રએ 2 હજારમાં સાઇકલ વેચવા માટે તેનો ફોટો OLX પર મુક્યો હતો. તે જ દિવસે સાંજે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.
કોલ કરનારે પોતે ‘આર્મીમાંથી નરેશકુમાર વાત કરૂ છું’ કહી સાઇકલ ખરીદી કરવાની વાત કરી રત્નકલાકારના પુત્રને પેમેન્ટ ઓનલાઇન કરવાની વાત કરી કહ્યું કે, ‘સાઇકલ મારો માણસ લઈ જશે’. ઠગએ QR કોર્ડ મોક્લ્યો હતો. રત્નકલાકારના પુત્રએ કોડ સ્કેન કરવા જતા પિતાના ખાતામાંથી પહેલાં 1999 કપાઈ ગયા હતા. પછી બીજો કોડ સ્ક્રેન કરવા જતા 49148 રૂપિયા ઉપડી ગયા હતા. આવી જ રીતે બીજીવાર સ્ક્રેન કરવામાં 39141ની રકમ ઉપડી ગઈ હતી. ટોટલ રૂ.90288ની રકમ રત્નકલાકારના ખાતામાંથી ઉપડી ગઈ હતી. OLX પર આવી રીતે ચીટીંગની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઈ રહી છે.