Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરના લોકપ્રિય રસરંગ લોકમેળા માટે વિવિધ સ્ટોલના ડ્રો અને હરાજીની શરૂઆત થઈ છે. ડ્રો બાદ પ્રથમ દિવસે ખાણીપીણીના બી-1 કેટેગરીના ખાણીપીણીના 32 સ્ટોલ માટે હરાજી રાખવામાં આવી હતી. જેની અપસેટ કિંમત 25000 રાખવામાં આવી હતી જેની સામે અધધ 1,05,000 રૂપિયા સુધીની બોલી લગાવાઈ છે. સરવાળે તંત્રને 1.81 કરોડ રૂપિયાની આવક થઈ છે.


32 સ્ટોલની હરાજી શરૂ થતા અલગ અલગ સ્ટોલ માટે અલગ અલગ બોલી લગાવાઈ હતી. જોકે હરાજી દરમિયાન સૌથી ઓછી કિંમતના સ્ટોલની બોલી પણ 71000 રૂપિયા સુધી પહોંચી હતી. જ્યારે બાકીના સ્ટોલની બોલી 75થી 80,000ની વચ્ચે રહી હતી. જ્યારે 30 નંબરના સ્ટોલમાં 1,05,000 રૂપિયા સુધી બોલી પહોંચી હતી. હરાજી બાદ ખાણીપીણીના કોર્નરના પ્લોટ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે 17મી ઓગસ્ટ સુધીની મુદત આપવામાં આવી છે. તા.10મીએ યાંત્રિક રાઇડ્સ તથા 11મીએ આઇસક્રીમના સ્ટોલ માટે હરાજી કરાશે.