Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઑક્ટોબર દરમિયાન ભારે માંગના સમયમાં કંપનીઓએ નોકરી આપવામાં ફ્રેશર્સને બદલે અનુભવી લોકોને વધુ પ્રાધાન્ય આપ્યું છે. આ સાથે જ કર્મચારીઓમાં અત્યારની નોકરીમાં ટકી રહેવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના તાજેતરનાલ પેરોલ ડેટાથી આ જાણકારી સામે આવી છે.

તે અનુસાર ઑક્ટોબરમાં નોકરીમાં 17.85%નો વધારો થયો હતો, પરંતુ અનુભવી લોકો માટેની નોકરીમાં તેનાથી વધુ 29.70%ની વૃદ્ધિ જોવા મળી હતી. જો કે પહેલી વાર નોકરી મેળવનારા ફ્રેશર્સની સંખ્યા માત્ર 6.07% હતી. બીજી તરફ ઑક્ટોબરમાં નોકરી બદલનારા લોકોની સંખ્યા ઑક્ટોબરમાં 4.64% ઘટી છે. તેનાથી એક વર્ષ પહેલા ઑક્ટોબર 2022માં નોકરીઓ માત્ર 3.74% વધી હતી.

એ સમયે અનુભવી લોકો માટે નોકરીમાં માત્ર 16.11%ની વૃદ્ધિ જોવા મળી હતી અને ફ્રેશર્સની નોકરીમાં 3.84%નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નોકરી છોડનારાની સંખ્યા 0.61% વધી હતી.EPFO ડેટા અનુસાર ઑક્ટોબરમાં માત્ર 7.72 લાખ ફ્રેશર્સને જ નોકરી મળી શકી હતી. ઑક્ટોબર સુધી કોઇ એક મહિનામાં સૌથી ઓછી સંખ્યા છે.