આજી ડેમના માછલી ઘર પાસે બાવળના ઝાડ સાથે લટકી યુવકે જિંદગી ટૂંકાવી લીધી હતી. માછલીઘર પાસે બાવળના ઝાડ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ લટકી રહ્યાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકની નજીકથી હોસ્પિટલની એક ફાઇલ મળી આવી હતી જેમાં વિજય ધીરૂભાઇ (ઉ.વ.20) રહે. સાયલા તેવું લખ્યું હતું અને હાથમાં અંગ્રેજીમાં વી અને બી ત્રોફાવેલું હતું. આપઘાત કરનાર યુવક સાયલાનો વિજય જ છે કે અન્ય કોઇ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ મળ્યા બાદ આપઘાતનું કારણ સ્પષ્ટ થશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.