રાજસ્થાન રોયલ્સ IPLની વર્તમાન સીઝનની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમને મુંબઈ ઈન્ડિયન્સે 100 રનના મોટા અંતરથી હરાવી. આ મુંબઈની સતત છઠ્ઠી જીત છે. આ જીતની મદદથી મુંબઈની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. મુંબઈએ 20 ઓવરમાં બે વિકેટે 217 રન બનાવ્યા. 218 રનનો ટાર્ગેટ ચેઝ કરતી રાજસ્થાનની ટીમ 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ 3-3 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહને 2-2 વિકેટ મળી. રાજસ્થાનનો કોઈ પણ બેટર 30 રનનો આંકડો પાર ન કરી શક્યો.
મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 48-48 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ 94 રનની અણનમ ભાગીદારી કરી. ઓપનર રેયાન રિકેલ્ટનએ 61 રન અને રોહિત શર્માએ 53 રનની અડધી સદીની ઇનિંગ્સ રમી. RR માટે રિયાન પરાગ અને મહિશ થિક્સાનાને એક-એક વિકેટ મળી.