દેશનો સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે જેને લઈને દરેક સરકારી તંત્ર અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં લાગી ગયું છે. આ પૈકી રાજકોટ મહાનગરપાલિકાએ હર ઘર તિરંગા અભિયાન મુજબ તિરંગાનું વિતરણ શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાન હેઠળ મનપાએ તિરંગા બદલ વિવિધ સંસ્થાઓ પાસેથી ચાર્જ લીધા હતા અને લોકો વોર્ડ ઓફિસેથી તિરંગો લેવા જાય તો ચાર્જ આપવાનો હતો. જો કે આ વર્ષે મનપા કોઇપણ પ્રકારનો ચાર્જ નહિ લ્યે અને વિનામૂલ્યે જ આપશે. હાલની સ્થિતિએ મનપાએ 2 લાખ તિરંગાનો ઓર્ડર આપ્યો છે જો કે દરેક ઘરે તિરંગા પહોંચાડવા હોય તો શહેરમાં આશરે 4 લાખથી વધુ તિરંગા જરૂર પડે. હર ઘર તિરંગા ઉપરાંત મનપાએ તિરંગા યાત્રાની પણ તૈયારી શરૂ કરી છે.