લેબેનાનના હિઝબુલ્લાહ સંગઠને બુધવારે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના હેડક્વાર્ટર નજીક મિસાઇલ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહએ દાવો કર્યો છે કે, લેબેનાનમાં પેજર બ્લાસ્ટનું આયોજન તેણે જે બિલ્ડિંગને નિશાન બનાવ્યું હતું તેમાં કરવામાં આવ્યું હતું.
રાજધાની તેલ અવીવ પર થયેલા આ હુમલામાં હિઝબુલ્લાહએ બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. ન્યૂઝ એજન્સી અલ જઝીરા અનુસાર, છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ મિસાઈલ તેલ અવીવ સુધી પહોંચી હોય.
આ સાથે જ ઇઝરાયલે કહ્યું છે કે, બીજી એક મિસાઈલને હવામાં તોડી પાડવામાં આવી છે. બુધવારે ઇઝરાયલના હુમલામાં 51 લેબનીઝ નાગરિકો માર્યા ગયા હતા. 200થી વધુ ઘાયલ છે.