ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલા વિજય નગરમાં રહેણાંકમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર અને પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી અને વાયરિંગથી આગ વધુ ન પ્રસરે તે માટે પીજીવીસીએલની ટીમે તકેદારી લીધી હતી. જો કે ઘરમાલિકો તાબડતોબ ઘર બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વોરકોટડા રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા જયદીપભાઈ પરમારના માતા રસોઈ બનાવતા હતા ત્યારે ગેસ સિલિન્ડર ખાલી થઈ જતાં નવો સિલિન્ડર લગાવતી વખતે અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. આગના બનાવને પગલે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા. આગની જાણ ફાયર અને PGVCL તંત્ર ને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી ગેસ સિલિન્ડરને બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.