સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉનાળાના વેકેશનમાં બ્રિટન ગયા હતા. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પૂછ્યું કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની ખુરશીઓ સમાન કેમ નથી.
અગાઉ કોઈ અધિકારી કે ન્યાયાધીશે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. તેથી જ જ્યારે CJI ભારત પરત ફર્યા, ત્યારે તેમણે સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના જાળવણીની દેખરેખ રાખતા રજિસ્ટ્રી ઓફિસરને આ વિશે જણાવ્યું અને ફેરફાર માટે સૂચના આપી.
વાસ્તવમાં, પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ ઘણા કેસોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જોયું હતું, જેમાં તેણે ખુરશીઓ જોઈ હતી. જ્યારે CJI મળ્યા ત્યારે તેમણે આ સવાલ પૂછ્યો.
ન્યાયાધીશ પોતાની અનુકૂળતા મુજબ ખુરશી ગોઠવી લેતા હતા
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, રજિસ્ટ્રી અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષોથી, ન્યાયાધીશો કોર્ટરૂમમાં તેમની ખુરશીઓ તેમની જરૂરિયાતો અને આરામ અનુસાર ગોઠવી રહ્યા છે. ન્યાયાધીશોને કોર્ટરૂમમાં લાંબા કલાકો સુધી બેસવું પડે છે, તેથી તેમને કમરના દુખાવા જેવી સમસ્યા પણ થાય છે.
બેન્ચો પરની ખુરશીઓની ઊંચાઈ અલગ છે, જે CJIએ નિર્દેશ ન કર્યો ત્યાં સુધી કોઈ અધિકારીએ તેની નોંધ લીધી ન હતી.