Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોરવા(હ)ના વાડોદર ગામના યુવક, એક યુવતીને ભગાડી જતાં યુવકના મોટાભાઇને ગામના 15 જેટલા લોકોએ ઝાડ સાથે બાંધીને મારમારી તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ભોગ બનનાર યુવકે 16 જણના નામ સહિત ટોળા સામે મોરવા(હ) પોલીસ મથકે અરજી આપતા ગુના ની તજવીજ હાથ ધરી હતી.

રમેશભાઇએ અરજીમાં જણાવ્યું કે, સરતનભાઇ, રાહુલ, બુધરભાઇ, ફતસિંહ, મહેન્દ્રભાઇ સહિત મહિલાઓનું ટોળું 4 દિવસ અગાઉ રમેશભાઇનો અન્ય ભાઇ રૂબીનભાઇને વંદેલી ગામે આંતરીને માર મારીને તારો ભાઇ અમારી દિકરીને લઇને ભાગી ગયો છે. તેને શોધીને પાછી આપો તો જ તારી બાઇક મળશે તેમ કહીને બાઇકની લૂટ કરી હતી. ત્યારબાદ ટોળું 17 મીના રોજ રમેશભાઇના ઘરે આવીને તોડફોડ કરી તુલસીનો કયારો પણ તોડી નાખ્યો હતો.

ટોળાંએ ગાયને પણ મારમારી હતી. ટોળાંએ રમેશભાઇ રાઠોડને ઉચકીને બાઇક પર બેસાડીને ગામના ભાથીજી મંદિરના બાવળીયાના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધો હતો. રમેશભાઇને મહિલા અને પુરુષના ટોળાંએ મારમારતા અર્ધબેભાન થઇ ગયા હતા.

બાદમાં ટોળાં રમેશભાઇને બાઇક પર બેસાડીને પોલીસ મથકે લઇ ગયા હતા. જયાં રમેશ ભાઇને પોલીસે જામીન આપીને છોડી મુકતાં 108 મારફતે દવાખાનામાં સારવાર કરાવી હતી. અરજીમાં રમેશભાઇએ જણાવ્યું કે, માથાભારે ટોળાએ નુકસાન કરીને મારી નાખવાની ધમકી આપી હોવાથી તમામ સામે કાર્યવાહી ની અરજ કરતાં . પોલીસે અરજીના આધારે ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે.