Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI 8 લાખ કરોડના માર્કેટ કેપને પાર કરનારી સાતમી ભારતીય લિસ્ટેડ કંપની બની છે. બેંકના શેર આજે એટલે કે 3જી મેના રોજ 912 રૂપિયાની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા.


જો કે, દિવસભરના ટ્રેડિંગ પછી, શેર તેની ઊંચી સપાટીથી થોડો નીચે ગયો અને 9.48% ના વધારા સાથે રૂ. 909.05 પર બંધ થયો. બજાર બંધ થયા બાદ બેંકનું માર્કેટ કેપ 8.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ વર્ષે એટલે કે 2024 સુધીમાં SBIના શેરમાં 41% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેંકે આ સિદ્ધિ મેળવી છે. જોકે, હવે ઈન્ફોસિસનું માર્કેટ કેપ ₹8 લાખ કરોડથી ઘટીને ₹5.82 લાખ કરોડ થઈ ગયું છે.