રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RILનો ફાઇનાન્શિયલ સર્વિસનો વ્યવસાય ‘જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ’ આજે (20 જુલાઈ) ડીમર્જર થઈ ગઈ છે. રિલાયન્સના શેરધારકોને જિઓ ફાઇનાન્સિયલનો બોનસ શેર રૂ.261.85ના મૂલ્યમાં મળ્યો હતો. જેના પગલે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિસનું શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર 21 ઓગસ્ટ 2023ના રોજ શેરબજારો પર લિસ્ટિંગ થશે.
જિઓ ફાઇનાન્સિયલ સર્વિસ લિ. (JFSL) જુલાઇ માસમાં રિલાયન્સમાંથી ડિમર્જ થઈ હતી અને ડિમર્જ પછી તેના શેરની વેલ્યૂ રૂ.261.85 પર ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે પરંતુ સ્ક્રીપમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી.
બીએસઈ અને એસએસઈ પર લિસ્ટિંગ ધરાવતી JFSLને ફિત્સીઈ રસેલે સૂચકાંકોમાંથી પડતું મૂકવાનું વિચાર્યું હતું, જેનું કારણ ઈન્ડેક્સ સર્વિસ પ્રોવાઈડરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેરનું હજુ શેરબજાર પર ટ્રેડિંગ થતું નથી.
હજી આ જાહેરાતના એક દિવસ પછી બીએસઈએ એક નોટિસમાં જણાવ્યું હતું, એક્સચેન્જના ટ્રેડિંગ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે સોમવાર, 21 ઓગસ્ટ 2023થી પ્રભાવી બને તે રીતે JFSLના ઇક્વિટી ટી ગ્રુપ ઓફ સિક્યોરિટીઝાં શેર સૂચિબદ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ પરના સોદામાં સ્વીકારવામાં આવશે. સંક્ષિપ્ત સ્વરૂપ JIOFIN હશે, તે 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. JFSL નાણાકીય સેવાઓના ઉકેલોની વ્યાપક શ્રેણી ઓફર કરશે અને વીમા, ડિજિટલ પેમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સમાં કામગીરીને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.