મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પોર્શ અકસ્માત કેસ પછી, રવિવારે (7 જુલાઈ) મુંબઈમાં બીજી હીટ એન્ડ રનની ઘટના બની. મુંબઈના વરલીમાં રવિવારે (7 જુલાઈ) સવારે સ્કૂટી પર સવાર કપલને પુરપાટ ઝડપે એક BMWએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે ઘટનાસ્થળેથી ભાગી જતા વખતે આરોપીએ 45 વર્ષની મહિલાને કારમાં 100 મીટર સુધી ઢસડી હતી, જેના કારણે તેનું મોત થયું. મહિલાનો પતિ ઘાયલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર પણ તેની સાથે હતો. ઘટના બાદથી મિહિર ફરાર છે. પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.