Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જેતપુર તાલુકાના રબારીકા ગામે પિતૃકાર્યના હવનમાં પારંપરિક ગોરના બદલે બીજા ગોરને બોલાવાતાં યજમાન સાથે બોલાચાલીમાં ગોર મહારાજે ધક્કો મારી દેતાં યજમાનનું ઇજાના પગલે મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો અને તે ઘટનામાં ઉદ્યોગનગર પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગોર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોએ શનિવારે હવનનું આયોજન કર્યું હતું અને હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે ગોર કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યાં. આ ગોરને લોકોએ જણાવ્યું પણ હતું કે, તમે અમને હવનના કર્મકાંડના ૧૧ હજાર કહ્યા હતા, જે અમને પરવડે તેમ ન હોવાથી અમારે ઓછી દક્ષિણા લેતાં બીજા ગોરને બોલાવવા પડ્યા. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા અને રવજીભાઈને ધક્કો મારતાં રવજીભાઈ નીચે પડ્યા હતા અને ઘરમાં રહેલા પાણીયારાની પથ્થરની પાટ સાથે તેનું માથું ટકરાતા તેને માથાના પાછળના ભાગે ઇજા પહોંચતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લવાયા ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો.પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરિયાદ પરથી અમૃતલાલ દવે ગોર સામે ગેરઇરાદે હત્યાની આઈપીસી 304 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.