સ્પેનના આઈલેન્ડ ટેનેરિફ વિસ્તારના જંગલમાં લાગેલી આગ વધુ ફેલાઈ રહી છે. ઈમરજન્સી સર્વિસે અહીંથી 26 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. એક સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર - આગની અસર લગભગ 50 કિમીના વિસ્તારમાં છે. લગભગ 12 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે.
રાહતની વાત એ છે કે આગ ટુરિસ્ટ વિસ્તાર સુધી પહોંચી નથી. વધુ તાપમાનના કારણે, સ્પેનમાં માઉન્ટ ટાઇડ જ્વાળામુખી નજીક નેશનલ પાર્કમાં આગ ફાટી નીકળી હતી. સેંકડો ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરી રહ્યા છે. ટાપુના જાણીતા પ્રવાસીય વિસ્તારો હાલમાં સલામત છે. અહીંના બંને એરપોર્ટ પણ યોગ્ય કામગીરી કરી રહ્યા છે.
ટેનેરિફની કાઉન્સિલના પ્રમુખ રોઝા ડેવિલાએ કહ્યું- કેનેરી આઈલેન્ડે આટલી ભયાનક આગ ક્યારેય જોઈ નથી. આગમાં લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. લા વિક્ટોરિયાના ઉત્તર-પશ્ચિમ ટાપુમાંથી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે.