Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના હોલ્ડિંગનું મૂલ્ય જૂન 2023ના અંતે પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન 20% વધીને $626 અબજ નોંધાયું છે. મોર્નિંગસ્ટારના અહેવાલ અનુસાર સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સારા પરફોર્મન્સ તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસેથી મજબૂત રોકાણના પ્રવાહને કારણે તેમાં વૃદ્ધિ જોવા મળી હતી. ભારતીય ઇક્વિટીમાં FPIsના રોકાણનું મૂલ્ય જૂન 2022ના $523 અબજથી વધીને જૂન 2023 દરમિયાન $626 અબજ નોંધાયું છે.


જ્યારે ક્વાર્ટરના હિસાબે રોકાણનું મૂલ્ય 15% વધી $542 અબજ નોંધાયું છે. જેને કારણે સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન ભારતીય ઇક્વિટી માર્કેટમાં FPIનું યોગદાન આંશિક વધીને 17.33% રહ્યું છે. જે માર્ચ ક્વાર્ટર દરમિયાન 17.27% હતું. માર્ચ ક્વાર્ટરમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી $3.2 અબજનું રોકાણ પાછું ખેંચ્યા બાદ જૂનના અંતે FPIsએ યુટર્ન લેતા $12.5 અબજના રોકાણ સાથે મજબૂત કમબેક કર્યું હતું. યુએસમાં ખાસ કરીને વ્યાજદરોની સ્થિતિ, વૈશ્વિક સ્તરે ફુગાવાના આંકડાઓ, ચીને અર્થતંત્રમાં ચિંતા રજૂ કરી છે.