Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત સરકારની એલએસડી સારવાર માર્ગદર્શિકામાં સામેલ અસરકારક એન્ટિવાયરલ દવા મેથિલિન બ્લુનો સમાવેશ કરાયો છે. આ અગાઉ કોરોનામાં પણ તેનો ઉપયોગ થયેલો. મિથિલિન બ્લુ IB, ઓરલ, ટોપિકલ ગાયોના તમામ પ્રકારના LSDમાં અસરકારક છે અને ગાયોના એલએસડી સામે રક્ષણ માટે પ્રોફીલેક્ટીક ડોઝ વાયરસ સામે રક્ષણ આપવા માટે અસરકારક છે આથી એમબી ટીમના ગ્રામીણ કાર્યકરોએ 50000 ગાયોને 1 લાખ લીટર એમબીનું વિતરણ કર્યું હતું.


મિથિલિન બ્લુની ટીમના રાષ્ટ્રીય કન્વીનર સાધના કર્ણિક પ્રધાને જણાવ્યું હતું કે એલએસડી ટીમ માટે ભાવનગરના ડો. જગદીપ કાકડિયા અને ડો. દીપક ગોલવલકર નોંધપાત્ર કાર્ય કર્યું છે. આ ઉપરાંત અશ્વિન પટેલ અને વેટ ડોકટરોની ટીમ અને રાજસ્થાનના ગોપાલકોની ટીમ તેમની મહેનત બાદ કેન્દ્રીય સરકારે લમ્પી વાયરસ માટે જારી કરાયેલ તબીબી સારવાર માર્ગદર્શિકામાં મિથિલિન બ્લુ (એમબી) નામની એન્ટિવાયરલ દવાનો સમાવેશ કર્યો છે. આમ લમ્પી વાયરસ જે ગુજરાતમાં પશુઓમાં જીવલેણ પુરવાર થઇ રહ્યો છે તેમાં મિથિલિન બ્લુ એક અસરકારક એન્ટીવાયરલ દવા સાબિત થઇ શકે છે. જો કે સરકારે આ માટે ખરીદી કરીને રોગગ્રસ્ત પશુઓ સુધી પહોંચતી કરવી જરૂરી છે.

મિથિલિન બ્લુ ટીમે માંગણી કરી છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયેલા લેપી સ્કિન ડિસીઝ (LSD)ને રાષ્ટ્રીય રોગચાળા તરીકે જાહેર કરવો જોઈએ અને ભારતભરની હોસ્પિટલોમાં LSDની મફત સારવાર આપવી જોઈએ.