ભારતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર રીથ રિશિયા ટેનીસન માને છે કે ભારત પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસમાં તેનો પહેલો મેડલ જીતી શકે છે. અમારી મહિલા ટીમ પાસે મેડલ જીતવાની તક છે.
28 વર્ષીય ટેનીસનનું કહેવું છે કે પ્રોફેશનલ લીગ UTTમાં રમવાથી ભારતીય ખેલાડીઓની રમતમાં સુધારો થયો છે અને અમારા ખેલાડીઓ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
ટેનીસને ગયા અઠવાડિયે દેશના ટોચના સુતીર્થ મુખર્જીને 8-7થી હરાવી તેની ટીમ ગોવા ચેલેન્જર્સને અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગ (UTT)ની ચોથી સિઝનમાં જીત મેળવી હતી. ગોવાની ટીમે ફાઈનલ મેચમાં ચેન્નાઈ લાયન્સને 8-7થી હરાવ્યું હતું. તેણે ભારત માટે 2021માં પ્રથમ વખત ITTF (ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન) ઈન્ટરનેશનલ પ્રો ટુર જીતી છે. તે ટેનીસન માટે પુનરાગમન રમત હતી.