Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાગ પાંચમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી એટલે કે 04 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સાપની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ દિવસે શિવશંકરના ગળામાં આભૂષણો એટલે કે સાપની પૂજા કરવામાં આવે તો શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સમગ્ર દેશમાં નાગ પંચમીની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ તહેવારનું શું મહત્વ છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે?

નાગપાંચમ તિથિ અને મુહૂર્ત:-
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પાંચમે 03 સપ્ટેમ્બરના રોજ રવિવારે રાત્રે 09:03 વાગ્યે નાગ પાંચમ શરૂ થશે અને 04 સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રે 09:54 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર નાગ પાંચમ આજે ઊજવવામાં આવશે. 04 સપ્ટેમ્બરના રોજ અશ્વિની નક્ષત્ર રહેશે, આ વર્ષે નાગ પાંચમના દિવસે આખો દિવસ સારું મુહૂર્ત છે, જેથી તમે આખા દિવસમાં ગમે ત્યારે પૂજા કરી શકો છો.

નાગપાંચમ ઉજવવા પાછળ એક દંતકથા છે. દંતકથા અનુસાર, મહાભારત યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા. પાંડવો પછી પૃથ્વી પર કલિયુગનું આગમન થયું હતું. રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. જ્યારે પરીક્ષિતનો પુત્ર જનમેજય મોટો થયો, ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદાહ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં સમગ્ર પૃથ્વીના સાપ સળગવા લાગ્યા. જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જનમેજય પાસે પહોંચ્યા.

અસ્તિક મુનિએ રાજા જનમેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો. જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ વદ પાંચમ હતી. અસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડી કરવા માટે તેમાં દૂધથી અભિષેક કર્યો હતો. આ માન્યતાને કારણે નાગપાંચમ પર નાગદેવને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે.