Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, લત્તા સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે. આ વખતે રાજકોટમાં પ્રથમ વાર બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે. કુલ 25 કલાકાર આ કાર્યક્રમ રજુ કરશે.


આ રાસમંડળના સંચાલક બટુકભાઈ કોલકીવાળા છે. આ રાસમંડળમાં 25 કલાકારનો કાફલો છે. આ કલાકારો જ્યારે રાસમંડળની પ્રસ્તુતિ કરે છે. ત્યારે સાથે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે રજૂ કરશે. આ રાસ ગોપી મંડળમાં રાધાકૃષ્ણની રાસલીલાની રમઝટ, ઝાંખીલીલા, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ, મટકીરાસ રજૂ થશે. બુધવારે 6 સપ્ટેમ્બર 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીએ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.