Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તાઇવાનમાં ચીનની દાદાગીરી પર લગામ લગાવવા અને તેની ઘેરાબંધી માટે અમેરિકા હવે ભારતને મજબૂત ભાગીદાર તરીકે જોઇ રહ્યું છે. અમેરિકન કોંગ્રેસની સમિતિએ ભારતને ‘નાટો પ્લસ’નો દરજ્જો આપવાની ભલામણ કરી છે. નાટો પ્લસમાં અત્યારે પાંચ દેશ છે, સમિતિની ભલામણ મંજૂર થશે તો ભારત તેનું છઠ્ઠુ સભ્ય બનશે. સમિતિનો મત છે કે ચીન તાઇવાન પર હુમલો કરે છે તો વ્યૂહાત્મક રીતે જડબાતોડ જવાબ આપવાની સાથે સાથે ક્વોડને પણ પોતાની ભૂમિકા વધારવી પડશે. ક્વોડ ચાર દેશોનું સહયોગી સંગઠન છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન છે.


ચીનથી મુકાબલા માટે અમેરિકાએ જી-7 દેશોની સાથેના સહયોગને વધુ મજબૂત કરવો પડશે. જાન્યુઆરીમાં રચાયેલી સમિતિએ તાઇવાન પર પોતાનો પહેલો રિપોર્ટ અને ભલામણ રજૂ કરી હતી. સમિતિની ભલામણનો સમય મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન મોદીનો આગામી 21 જૂનથી અમેરિકાનો પ્રવાસ પ્રસ્તાવિત છે.

મજબૂત પક્ષ: બાઇડેન ભારતના પક્ષમાં છે. ચીનની સાથેના વિવાદોને કારણે એશિયામાં તે ભારત સાથે વધુ મજબૂત સંબંધ ઇચ્છે છે. જનરલ માઇક મિનેહન પણ ભારતના સહયોગના પક્ષમાં છે.

ફાયદો... ભારતને શ્રેષ્ઠ ડિફેન્સ ટેક્નોલોજી મળશે
‘નાટો પ્લસ’ દેશોને અમેરિકન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને ટેક્નોલોજીની શ્રેષ્ઠ ઉપલબ્ધતા મળે છે. ‘નાટો પ્લસ’માં આવવાથી ભારતને પણ ચુનંદા દેશોની માફક સારી અમેરિકન ડિફેન્સ ટેક્નોલોજી મળશે.

અત્યારે... ભારત મહત્ત્વનું ડિફેન્સ પાર્ટનર
અમેરિકા-ભારત વચ્ચે અત્યારે કોઇ રક્ષા કરાર નથી. પરંતુ અમેરિકાએ ભારતને મહત્વપૂર્ણ ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપ્યો છે. તેનાથી ભારતને સંવેદનશીલ ટેકનિકની નિકાસ કરાઇ રહી છે.