રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પ્રજાપતિ સોસાયટી મેઇન રોડ ઉપર ડીગ્રી વગર લોકોની સારવાર કરતા બોગસ ડોકટરને શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમી પરથી મવડી મેઇન રોડ બાપા સીતારામ ચોક પાસે પ્રજાપતિ સોસાયટી 40 ફૂટ મેઇન રોડ પર ક્લિનિકમાં દરોડો પાડી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર દર્દીઓને ચકાસી દવા તથા ઈન્જેકશન આપતા બોગસ ડૉકટર અમૃતલાલ રાજાભાઇ ભાલોડીયા (ઉ.વ.68)ને પકડી લઈ દવા તથા મેડીકલના અલગ-અલગ સાધનો તથા રોકડ મળી કુલ રૂ.11,628નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી છેલ્લા 5 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, આમ છતાં સ્થાનિક પોલીસને આ બોગસ ડૉક્ટર અંગે ખબર કેમ ન પડી તે સૌથી મોટો સવાલ છે