શહેરના અલગ-અલગ વિસ્તારમાં 75થી વધુ સ્પા સેન્ટરો આવેલા છે. આ સ્પા સેન્ટરોમાં વિદેશી યુવતીઓને ગેરકાયદેસર રાખીને તેમની પાસે ગોરખધંધા કરાવાતા હોવાનું અગાઉ અનેક વખત બહાર આવ્યું છે. સ્પામાં મસાજના ઓઠા હેઠળ ડ્રગ્સનું વેચાણ અને સેવન પણ થતું હોવાની ચર્ચાઓ ઉઠતાં ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શહેરની તમામ સ્પા સંચાલકોની એક બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ડીસીપી ગોહિલે સપા સંચાલકોને તાકિદ કરી હતી કે, સ્પામાં નોકરી પર રખાતી સ્થાનિક પરપ્રાંતિય અને વિદેશી યુવતીઓ અંગેની તમામ માહિતી નિકટના પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે આપવાની રહેશે. સ્પામાં મસાજ સિવાય ડ્રગ્સ કે અન્ય કોઇ ગોરખધંધા ચલાવવામાં આવશે તો પોલીસની કડક કાર્યવાહી માટે સંચાલકે તૈયાર રહેવું પડશે. કોઈ સ્પા સંચાલક વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેની સામે પાસા સહિતના શસ્ત્રો ઉગાવવામાં આવશે.